સંસ્કૃત ભાષાના વિકાસ માટે કટિબધ્ધ ગુજરાત સરકાર

કચ્છમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીભુજ દ્વારા શ્રી સ્વામીનારાયણ કન્યા વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આપણી પ્રાચીન દેવ ભાષા સંસ્કૃતનું ગૌરવ વધે અને તેનો બહોળો પ્રચાર પ્રસાર થાય યેવા હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજના પંચકમનું લોકાર્પણ થયેલ છે જેના ભાગરૂપે શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના પણ અમલી છે  જે અનુસંધાને આ વર્ષે શ્રીમદ ભગવદ ગીતા પર આધારિત વિવિધ પ્રકારની શ્લોક ગાન સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં અંદાજીત ૮૦૦ કરતાં પણ વધુ પ્રતિભાગીઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાની આ સ્પર્ધામાં ભાગ લીધો હતોજેની સમીક્ષા કરીને ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓમાંથી શ્રેષ્ઠ ૬૦ કરતાં વધુ પ્રતિભાગીઓને આજ રોજ ગીતા જયંતીના પવન અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પૂજનથી કરવામાં આવી હતી. જિલ્લા સંસ્કૃત બોર્ડકચ્છના નોડલ અધિકારી શ્રી જી.જી. નાકર દ્વારા મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે આર્ષ અધ્યયન કેન્દ્ર માધાપરના સ્વામીશ્રી પ્રદીપ્તાનંદ સ્વામીજી દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ શ્રી સ્વામિનારાયણ મંદિરભુજ-કચ્છના મહંતશ્રી પુરાણી ધર્મનંદનદાસજીએ ગીતાને અનુલક્ષીને નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન હનીબેન એસ. રાઠોડએ કર્યું હતું. જેમાં આભાર વિધિ કાર્યક્રમના કન્વીનર શ્રી એસ.એસ. ભાટીએ કરી હતી.

આ પ્રસંગે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ૧૮ અધ્યાય કંઠસ્થ કરેલા નેહાબેન જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર તરફથી પ્રતિભાગીઓસમિક્ષકો તેમજ મહાનુભાવો માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા પુસ્તક ભેટ અપાવામાં આવી હતી. આ સાથે જ ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને રાસ રજૂ કર્યો હતોમાતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ભક્તિ રાજગોરએ ગીતાના ૧૨માં અધ્યાયનું પઠન કર્યું તેમજ સ્વામિનારાયણ વિદ્યામંદિરની વિદ્યાર્થીની બ્રિન્દા ખટારીયાએ ગીતાજીના સાર વિશે રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમારજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પી.જી.ઝાલાસ્વામીનારાયણ કન્યા વિધામંદિરના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ વેકરીયાશ્રી કાનજીભાઈ મેપાણીશ્રી લક્ષ્મણભાઈ હિરાણીકચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ શ્રી ડો.કશ્યપ ભાઈ ત્રિવેદીસામાજિક સંસ્થાના પ્રમુખશ્રી હરિભાઈ ઝરુઆચાર્યસંઘના પ્રમુખશ્રી રણજીતસિંહ જાડેજાઆંબેડકર શિક્ષક સંઘના પ્રમુખશ્રી એલ.કે. યાદવસ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરના આચાર્ય શ્રી દક્ષાબેન પીંડોરીયા તેમજ સંસ્કૃત શિક્ષકો અને વિદ્યાર્થીર્ઓ ઉપસ્થિત રહ્યા હતાં.