ઝુરા ગામે ચાલતા દેશી દારૂના હાટડા પરની યુવતીએ ત્રાટકી વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો વાઈરલ

ભુજના ઝુરા ગામે ચાલતા દેશી દારૂના હાટડા પરની યુવતીએ ત્રાટકીને દારૂના સેવન સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે ઝુરા ગામે ચાલતા દેશી દારૂના અડ્ડાને લઈને આ યુવતીએ ગામના આગેવાનોને અગાઉ રજૂઆત કરેલ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં તેણે બીડું ઝડપીને દેશી દારૂના હાટડા પર ત્રાટકીને ત્યાં થતાં દેશી દારૂની કોથળીઓ અને સેવન સાથેના વીડિયો ઉતારી વાયરલ કરી દીધો હતો. આ મામલો પોલીસ ચોપડે પહોંચતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.