મુંદ્રામાંથી આંકફરક મટકાનો જુગાર રમનાર શખ્સની ધરપકડ

copy image

મુંદ્રામાં નદી નાકા નજીક આંકફરક મટકાનો જુગાર રમી-રમાડતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદ્રામાં નદી નાકા નજીક કોઈ ઈશમ આંકફરક મટકાનો જુગાર રમી રહ્યો હતો. અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી આ શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો.પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.