સુરતની સચિન GIDC વિસ્તારમાં ભયાનક આગ : ત્રણ મહિલાઓ ઘાયલ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરતની સચિન GIDC વિસ્તારમાં આજે ભયાનક દુર્ઘટના બની છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબો GIDCમાં આવેલી બરફની ફેક્ટરી નજીક અચાનક ફ્લેશ ફાયર થતાં આસપાસ કામ કરી રહેલી ત્રણ મહિલાઓ ગંભીર રીતે દાઝી જતાં ઘાયલ થઈ હતી. આગના ગોઝારા બનાવ અંગે જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ આ બનાવમાં દાઝી ગયેલ મહિલાઓની હાલત અત્યંત ગંભીર હોવાથી તેઓ હાલમાં સઘન સારવાર હેઠળ છે.