કચ્છના રણ પ્રદેશમાં શિયાળા દરમિયાન લાખો સુરખાબ (ફ્લેમિંગો)પક્ષીઓનું આગમન

હાલમાં રાપર તાલુકાના કુડા પાસેના મોટા રણમાં એક લાખથી વધુ ફ્લેમિંગો જોવા મળી રહ્યા છે. ખડીરના અમરાપરથી લોદ્રાણી તરફ જતા ‘સેકન્ડ રોડ ટુ હેવન’ માર્ગ વચ્ચે તેમનો જમાવડો જોવા મળે છે. આગામી સમયમાં તેમની સંખ્યા ત્રણ લાખને પાર કરી જવાની શક્યતા છે. આ નજારો માણવા માટે પ્રવાસીઓ સ્પેશિયલ રોકાય છે.ખડીરથી સાંતલપુર તરફના રન ટુ હેવન જેવા માર્ગ નજીકના રણ વિસ્તારમાં સુરખાબની વસાહત જોવા મળી રહી છે. પોતાની જન્મભૂમિ પર શિયાળો માણી ઉનાળા દરમિયાન દેશ-વિદેશમાં ફેલાઈ જતા આ પક્ષીઓ ખડીર બેટના અમરાપરથી લોદ્રાણી જાગીર વચ્ચેના વિસ્તારમાં થોભી રહ્યા છે. હાલમાં લગભગ સવા લાખ જેટલા સુરખાબ અને કુંજ પક્ષીઓની હાજરી નોંધાઈ છે. અહીંથી પસાર થતા પ્રવાસીઓ આ નયનરમ્ય નજારો માણવા માટે ઘડીભર રોકાઈ જતાહોય છે છેલ્લા કેટલાક વર્ષોમાં કચ્છમાં સુરખાબની હાજરીમાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. પક્ષીઓની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે. કચ્છના નાના અને મોટા રણનો વિસ્તાર ગ્રેટર અને લેસર ફ્લેમિંગો માટે વિશેષ સ્થાન ધરાવે છે. તેમની સંખ્યામાં પ્રતિવર્ષ વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેના માટે વન વિભાગ દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. કચ્છનો આ વિસ્તાર સેન્ટ્રલ એશિયન ફ્લાય વેનો ભાગ છે, જે સ્થળાંતરિત પક્ષીઓ માટે એક મહત્વપૂર્ણ માર્ગ અને રોકાણ સ્થળ છે. કચ્છનું મોટું રણ તેમજ અમુક અંશે નાનું રણ પણ વન વિભાગના સેન્ચુરી વિસ્તારમાં આવે છે. તેમના રૂટના રોકાણ સ્થળોએ વન વિભાગ દ્વારા 2019થી ખાસ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ અંતર્ગત સુરખાબ પક્ષીઓના મોટા પ્રજનન માટે રણમાં ખાસ સી આકારના ડેઝર્ટ પોઈન્ટ અને લીનીયર પ્લેટફોર્મ (માટીના પાળા) ઊભા કરવામાં આવ્યા છે. બંને પ્રકારના સુરખાબ પક્ષીઓ કચ્છના રણમાં પ્રજનન કરતા આવ્યા છે. તેમના આકાશી વિચરણમાં કચ્છના રણ વિસ્તારના માર્ગો સમાવિષ્ટ છે. ત્યારે તેમના પડાવ દરમિયાન પક્ષીઓ માટેના અનુરૂપ બનાવાયેલા આ પ્લેટફોર્મ ફાયદો આપે છે. આ પ્લેટફોર્મના કારણે તેમના પાળાનું ધોવાણ ખૂબ ઘટી ગયું છે, જેમાં સુરખાબના પક્ષીઓના ઇંડાઓ સલામત રહે છે અને નવા પક્ષીઓના જન્મની પ્રક્રિયામાં વધારો થયો છે. સુરખાબની સંખ્યા એક લાખથી વધી 4 લાખ સુધી પહોંચી આ વિસ્તારમાં આજથી પાંચ વર્ષ પહેલાં લગભગ એકથી સવા લાખ સુરખાબ નોંધવામાં આવતા તે આંકડો ગત વર્ષે 3 થી 4 લાખ સુધી પહોંચ્યો હતો. જે આ વર્ષે પણ નોંધાય તેવી પુરી સાંભવના છે. સુરખાબ અને દરેક વન્ય પ્રાણીઓની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવતી રહે છે. આ વિસ્તારના વન કર્મીઓ દ્વારા અધિકારીઓની રાહબરી હેઠળ સતત પેટ્રોલીંગ પણ કરવામાં આવતું રહે છે. શિયાળામાં ભારત અને ગુજરાતમાં દેખાતું એક સ્થળાંતર કરતું સુંદર જળચર પક્ષી છે. આ પક્ષી તળાવો, નદીઓ અને જળાશયોમાં રહે છે. નર–માદા લાંબા સમય સુધી જોડી રૂપે રહે છે. રણમાં ખારું પાણી અને વરસાદ પડતા મીઠું પાણી એમ બંને મિશ્રિત થાય છે,જેથી અનેક પ્રકારની અતિસુક્ષ્મ વનસ્પતિઓ અને જીવાતો ત્યાં જન્મ લે છે. જે ફ્લેમિન્ગોનો ખોરાક છે. એશિયાની એકમાત્ર ફ્લેમિંગો સીટી મોટા રણમાં આવેલી છે. જે રાજ્યનું સૌથી મોટું અભ્યારણ્ય છે, 1986માં આ વિસ્તાને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરાયો હતો. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો.રણમાં સુરખાબના માળાનું પ્રથમ નિરીક્ષણ 1883 માં સ્વર્ગસ્થ મહારાવ ખેંગારજી દ્વારા થયું હતું.