ભુજમાં માનસિક અસ્થિર યુવતી સાથે અઘટિત ઘટના બને તે પહેલા યુવાનોએ બચાવી લીધી…

ભુજ શહેર ખરી નદી કોડકી રોડ બાજુ જતા આવવાનું રસ્તા પર એક ઑટો રિક્ષામાં માનસિક અસ્થિર મગજની યુવતીને બળજબરીથી બેસાડી બે નરાધમ યુવાનોએ બદઇરાદો પુરો કરવા માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્યાં જાગૃત યુવાનો આવી જતા દાળમાં કાંઈ કાળું હોય તેવી શંકા ત્યાં આવેલા યુવાનોને જતા, આ બે નરાધમ યુવાનોને ઓટોરિક્ષા સાથે ઉભો રખાવી અને ઓટોરિક્ષામાં બેઠેલ યુવતીને પૂછપરછ કરતા યુવતીએ જણાવ્યું કે, તેને આ બંને યુવાનો મારપીટ કરીને પોતાનો બદઇરાદો પુરો કરવા માટે બાવળિયાઓની ઝાડી તરફ લઈ જઈ રહ્યા હતા. આ વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે. જોકે આ વિડિઓ ભુજનો છે તે સ્પષ્ટ છે અને આજનો છે તે પણ સ્પષ્ટ છે પરંતુ હજુ સુધી કોઈ પોલીસમાં કે લાગતા વાળતા તંત્રમાં જાણ થઈ નથી જાણ થતા વધુ વિગતો સામે આવી શકે છે.