“સસ્તુ સોનુ આપવાની લાલય આપી ફરીયાદી સાથે ઠગાઇ કરનાર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ એલ.સી.બી. સ્ટાફના માણસોને ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે સુચના આપેલ હતી જે સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. નિલેશભાઈ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલભાઇ પરમાર, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓની બાતમી હકીકત આધારે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર : ૧૨૦૩/૨૦૨૫ બી.એન.એસ. ૭. ૩૧૮(૪), ૩૧૯(૨), ૨૦૪, ૩૩૬(૩), ૩૪૦(૨), ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી. એક્ટ. ૬૬(સી),૬૬(ડી) મુજબના ગુના કામે આરોપીઓ નવાબ હયાત કકલ તથા ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ રહે. બન્ને ભુજ વાળાઓની તપાસ કરતા મજકુર ઇસમો ભુજ ખાસરા ગ્રાઉન્ડ ખાતેથી મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમોએ ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમોને હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

: પકડાયેલ આરોપીઓ

  • નવાબ હયાત કકલ ઉ.વ. ૪૦ રહે. ખાસરા ગ્રાઉન્ડ પાસે, ગુલાબનગર, ભુજ
  • ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણ ઉ.વ. ૩૨ રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ

આરોપી નવાબ હયાત કકલનો ગુનાહિત ઇતિહાસ

  • ભુજ બી ડિવિઝન ખાતે ગુ.ર.નં.૨૯૫/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૧૮(૪), ૨૦૪, ૩૫૧(૨), ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી. એક્ટ. ૬૬(સી),૬૬(ડી)

આરોપી ઇકબાલ ઉર્ફે અક્કી મામદ ચૌહાણનો ગુનાહિત ઇતિહાસ

  • ભુજ બી ડિવિઝન ખાતે ગુ.ર.નં.૨૯૫/૨૦૨૫ બી.એન.એસ. ક. ૩૧૮(૪), ૨૦૪, ૩૫૧(૨), ૬૧(૨), ૩(૫) તથા આઇ.ટી. એક્ટ. ૬૬(સી),૬૬(ડી)
  • ભુજ બી ડિવિઝન ખાતે ગુ.ર.નં.૦૮૨/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૨૭૯,૩૩૭,૩૩૮ વિગેરે મુજબ
  • ભુજ બી ડિવિઝન ખાતે ગુ.ર.નં.૪૨૬/૨૦૧૯ ક. ૧૮૫ મુજબ
  • ભુજ બી ડિવિઝન ખાતે ગુ.૨.નં.૨૫૭/૨૦૨૦ આઇ.પી.સી. ક. ૧૧૪,૧૨૦(બી), ૪૦૬,૪૧૯,૪૨૦ મુજબ