કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભાવભર્યું સ્વાગત

રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, અગ્રણીશ્રી રક્ષિત શાહ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.