મેઘપર (બો) ના બંધ ઘરમાંથી 12,000ની ચોરી

અંજાર તાલુકાના મેઘપર-બોરીચીમાં આવેલ કાવેરી નગરમાંથી રોક તેમજ મુદામાલ સહિત કુલ 12,000ની ઘરફોડની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશને મનીષ રૂપેન્દ્ર શર્માએ લખાવેલી ફરિયાદ મુજબ તે પોતાના પરીવાર સાથે આબુ ફરવા ગયા હતા. તે દરમ્યાન ગત સાંજથી બીજા દિવસે બપોરના અરસામાં અંજાર તાલુકાના મેઘપર (બો)માં આવેલ કાવેરી નગરમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્રારા મકાનનું તાળું તોડી મકાનની અંદર રહેલ તિજોરીમાં ડ્રોઅરમાં રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂ.6,000 તથા અલ્ટો કારની ચાવી એમ કુલ મળી રૂ.12,000ની ઘરફોડ થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશને લખાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વધુ કાર્યવાહી પી.એસ.આઈ.પી.કે. ઝાલા સંભાળી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *