સરલીના વાડી વિસ્તારમાંથી ટપ્પર સોનારાવાળીનો ઈસમ દેશી બંદૂક સાથે પકડાયો

ભુજ તાલુકાનાં સરલી ગામના વાડી વિસ્તારમાં પોલીસદળે જિલ્લા સ્તરેથી બાતમીના આધારે તપાસ હાથ ધરીને મૂળ ટપ્પર સોનારાવાળીના રમેશ ખમીશા કોળીને દેશી બનાવટની બંદૂક સાથે પકડી પાડ્યો હતો  અને તેની સામે હથિયારધારા તળે ગુનો નોંધ્યો હતો. પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ હાથ ધરેલી આ તપાસમાં 38 વર્ષની વયના રમેશ કોળીને સરલી ગામે ખમુ સુમાર કોળીના બકરાના વાડામાંથી ઝડપાયો હતો અને તેની પાસેથી લાકડાના હાથાવાળી હાથ બનાવટની દેશી બંદૂક જપ્ત કરાઇ હતી. તેની સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધણી કરવામાં આવ્યો હતો.         
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *