Skip to content
ભુજ અબડાસા તાલુકાના કોઠારા-જંગી વિસતારમાં ગંજીપાનાનો જુગાર રમતા 5 શખ્સોને કોઠારા પોલીસે પકડી પાડી તેમની વિરૂધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી આગળની કાર્યવાહીનો દોર હાથ પર લીધો હતો. પોલીસ સ્ટેશનેથી મળેલ વિગતો મુજબ બાતમીના આધારે બપોરના અરસામાં રેડ પાડવાની આ કામગીરી કરવામાં આવી હતી. જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા સુલેમાન ઇબ્રાહીમ સોતા, મામદ ઇબ્રાહીમ સોતા, મુસતાક અબુભખર સમેજા, કરણસિંહ માનસિંહ ડોડિયા અને જિતેન્દ્ર શંકરલાલ રાજગોર 5180 ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા. જુગારીઓને ઝડપી પાડવાની આ કામગીરીમાં કોઠારા પોલીસનો સ્ટાફ જોડાયો હતો.