મીરજાપરના યક્ષનગરમાં રહેતી 42 વર્ષીય મહિલાએ માનસિક બીમારીથી કંટાળેલી ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ગુમાવતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આત્મ હત્યાના આ બનાવને રવિવાર બપોરે દોઢ વાગ્યાના અરસામાં અંજાર અપાયો હતો. મીરજાપરમાં રહેતા ચંદ્રિકાબેન નારાણ વાળંદે પોતાના ઘરે પંખામાં કપડું બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો. હોસ્પિટલ ખસેડાયેલ આ મહિલાને તબીબોએ મૃત જાહેર કરી હતી. પ્રાથમિકમાં તારણમાં હતભાગી મહિલાના પુત્રે એવું લખાવ્યું છે કે તેની માતા અસ્થિર મગજની હોતા તે માનસિક બીમારીથી પીડાતી હતી. આ રોગમાં તેને કોઈ રાહત ન મળતાં તેણે આ અંતિમ પગલું ભરી લીધાનું જણાવ્યુ છે. એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.