ટપ્પરમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ખેલીઓ દબોચાયા

copy image

copy image

અંજાર ખાતે આવેલ ટપ્પરમાં જાહેરમાં જુગાર રમનાર ત્રણ ઈશમોને પોલીસે દબોચી લીધા છે. આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ટપ્પર ગામના કોળીવાસમાં અમુક ઈશમો ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.