ફેક આઇ.ડી. બનાવી એકના ડબલ આપવાની લોભામણી જાહેરાતો વાળા વીડીયો બનાવી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરતા ઇસમની ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ એ.એસ.આઇ. સુરેન્દ્રસિંહ ઝાલા, પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. જીવરાજભાઇ ગઢવીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, સલમાન કુરેશી રહે. મુસ્લીમ એજયુકેશન ચોકડી પાસે ભુજ વાળો હાલે મુસ્લીમ એજ્યુકેશન ચોકડી ફાટક પાસે પોતાના કબ્જાની હ્યુન્ડાઇ આઇ-૧૦ જીજે-૧૨-એફએફ-૨૯૪૭ ફોર-વ્હીલર ગાડીમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સમાં ખોટા નામે ફેક આઈ.ડી.ઓ બનાવી ભારતીય ચલણી નોટોનો વિડીયો બનાવી જેમાં અલગ-અલગ પેટીમાં ભારતીય ચલણની નોટો બંડલો જેમા પ્રથમ નોટ સાચી અને ત્યાર બાદ તમામ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડીયાના બંડલો રાખી અને રૂપીયા ત્રણ લાખના બદલામાં રૂપીયા દશ લાખ આપવા સબંધે લોકોને લલચાવવા માટે લોભામણા વીડીયો બનાવી તેના મારફતે તેઓ વિવિધ લોકો સાથે સંપર્ક સાધી લાભમેળવવાના બહાને વિશ્વાસમાં લઇ છેતરપીંડી કરે છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ અને તેની પાસેથી મળી આવેલ મોબાઇલમાં “sankarmaraz તથા “shamji_patel1″નામની ઇન્સ્ટાગ્રામમાં ખોટા નામની આઇ.ડી. ચાલુ હોય અને તે આઇ.ડી.માં ભારતીય

રૂ.૫૦૦ ની તથા રૂ.૨૦૦ ની તથા રૂ.૧૦૦ ની ચલણી નોટાના બંડલોના અલગ-અલગ વિડિયો પોસ્ટ કરેલ છે. અને તે વિડિયોમાં કેપ્શનમાં ત્રણ લાખ કા દશ લાખ લોકેશન ગુજરાત આપવાની જાહેરાત બનાવી છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૨૧૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૩૩૬(૩),૩૪૦(૨),૬૨ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપી

  • સલમાન સાજીદ કુરેશી ઉ.વ. રર રહે. તયબાહ-૨ મુસ્લીમ એજ્યુકેશનચોકડી પાસે, ભુજ

:• કબ્જે કરેલ મુદ્દામાલ

  • મોબાઇલ ફોન નંગ – ૦૩ કિં.રૂ. ૨૦,૦૦૦/-

સીમકાર્ડ નંગ- ૦૨ કિ.રૂા. ૦૦/-

  • વિડીયો બનાવવા માટે ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા લખેલ બંડલોના ઉપરના ભાગે રાખેલ સાચી ભારતીય બનાવટની રૂ.૫૦૦ ની નોટ નંગ- ૧૮ કિં.રૂ.૯,૦૦0/-
  • ૫૦૦/- ના દરની ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડીયા લખેલ નોટોના ૧૮ બંડલ કિં.રૂ. ૦0/-
  • હ્યુન્ડાઈ કંપનીની ફોર વ્હીલર રજી.નં. જીજે-૧૨-એફએફ-૨૯૪૭ કિં.રૂ. ૩,૦૦,૦૦0/-