આધાર પુરાવા વગરના લોખંડના ભંગાર સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી
વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓ મુંદરા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રામજીભાઇ રબારી તથા મહેશભાઇ ચૌહાણનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, ન્યુ પોર્ટ રોડ ઉપર આવેલ નાયરા પેટ્રોલ પંપની સામે આવેલ ભંગારના વાડામાં ફરીદ જુસબ કુંભાર રહે. મોટી ભુજપર તા. મુંદરા વાળાએ ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગરના પવનચકકીમાં ઉપયોગમાં લેવાતો લોખંડનો ભંગાર રાખેલ છે. જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા ફરીદ જુસબ કુંભાર ઉ.વ.૨૦ રહે. વાંકરાઈ વાડી વિસ્તાર મોટી ભુજપુર તા.મુંદરા વાળો મળી આવેલ મજકુર ઇસમના કબ્જાના વાડામાં તપાસ કરતાં પવનચકકી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના બોલ્ટ તથા પ્લેટ તથા નટ બોલ્ટ તથા સળીયા તથા બોકસપાઇપનો ભંગાર મળી આવેલ હોય જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી.
જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ મુંદરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.
પકડાયેલ ઇસમ
- ફરીદ જુસબ કુંભાર ઉ.વ.૨૦ રહે.વાંકરાઇ વાડી વિસ્તાર મોટી ભુજપુર તા.મુંદરા
- કબ્જે કરેલ મુદ્દામાલ
પવનચકકી બનાવવામાં ઉપયોગમાં લેવાતા લોખંડના બોલ્ટ, પ્લેટ, નટ બોલ્ટ, સળીયા તથા બોકસપાઇપનો ભંગાર કુલ વજન ૧૬૦૦ કીલોગ્રામ કિં.રૂ. ૧,૧૨,૦૦૦/-