કચ્છ જિલ્લાના જિફેરબદલી BLO શિક્ષકોને SIR Phase-1 ની કામગીરી પણ હોવાને કારણે તેમની કરજમાંથી મુક્ત કરી રિલીવિંગ અપાવવા બાબત અને જીલ્લા ફેર બદલી થઇ ગયેલ હોઈ છુટા કરવા બાબતે રજૂઆત

સવિનય અર્પણ છે કે કચ્છ જિલ્લાના તમામ બી.એલ.ઓ શિક્ષર મિત્રો દ્વારા રાજ્ય સરકાર દ્વાસ મોંપવામાં આવેલી SIR Phase-1 ની અતિ મહત્વપૂર્ણ જવાબદાર અને અઘરી કામગીરી સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી છે.

તેમણે છેલ્લા કેટલાય દિવસોથી દિનરાંત, સમયની પરવા કર્યા વિના, પરિવારની ફરજ કરતાં રાષ્ટ્રીય ફરજને મહત્ત્વ આપી ઈમાનદારીથી કાર્ય પૂર્ણ કર્યું છે.

માનનીય સાહેબ,

જ્યારે જિલ્લામાંથી 10 તારીખે નોર્મલ (સામાન્ય) શિક્ષકોને જિલ્લા ફેરબદલીમાં છૂટા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે અમારી નમ્ર વિનંતી છે કે –

SIR Phase-1 ની કામગીરી પૂર્ણ કરેલા તમામ BLO શિક્ષકોને પણ એકસરખા હકથી છૂટા કરવામાં આવે, જેથી વર્ષો સુધી પોતાના વતનથી દૂર રહી ફરજ બજાવતા કા0 શિક્ષકોને પણ સમયસર જિલ્લા ફેરબદલીનો લાભમળી શકે.

ઘણા BLO શિક્ષકો છેલ્લા 15 થી 18 વર્ષથી BLO તરીકે સતત ફરજ બજાવી રહ્યા છે. જો નોર્મલ શિક્ષકોને છૂટા કરવામાં આવે અને BLO શિક્ષકોને અટકાવવામાં આવે તો

સિન્યોરિટીનો પ્રશ્ન ઊભો થશે.

નોર્મલ (જુનિયર) શિક્ષકો રિલીવ થઈ જશે અને

વર્ષોથી કા0 તરીકે સેવા આપનાર સિનિયર શિષો અન્યાયનો ભોગ બનશે.

આ ઉપરાંત કેટલીક જગ્યાએ BLO ના ન છૂટતા માનસિક તણાવ અને પીપાતજનક પરિસ્થિતિઓ ઉભી થતી જોવા મળે છે. તેથી તમામ BL0 શિક્ષકોને સમાન રીતે છૂટા કરવાનો ન્યાયસંગત નિર્ણય જરૂરી છે.

માનનીય સાહેબ

જો 10 તારીખે તરત છૂટા કરવું શક્ય ન હોય તો, અમારી વિનંતી છે કે

11 તારીખ સુધી BLOની અરજીઓ મંગાવી 14 તારીખે અથવા તેના પછીની કોઈપણ સુયોગ્ય તારીખે નોર્મલ અને 910-બંનેને એકસાથે રિલીવ કરવામાં આવે.

અમારો વાo મંડળ દ્વારા આપને લેખિત બાંયધરી આપવામાં આવે છે કે

SIR ની બાકી કોઈપણ કામગીરી ક્યારેય અટકાશે નહીં.

નવા BLO ને ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે,

જ્યારે પણ જરૂર પડશે ત્યારે હાલના 810 શિક્ષકો પણ પોતાના વતનમાંથી સહયોગ આપવા તૈયાર છે.

અત્રે નમ્ર વિનંતી છે કે–

  1. તમામ કાO શિક્ષકોના નામ ચેન્જ / પ્રોફાઇલ અપડેટ કરી,
  2. BLO ફરજ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર (Relieving Certificate) ઈસ્યૂ કરવામાં આવે,
  3. નોર્મલ શિક્ષકોની સાથે BL0 શિક્ષકોને પણ જિલ્લા ફેરબદલીનો સમાન લાભ આપી છૂટા કરવા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી તથા તમામ પ્રાંત અધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે.

અમારી વિનંતી છે કે વર્ષોના કઠિન પરિશ્રમ, ઈમાનદારી અને રાષ્ટ્રીય ફરજ નિભાવનાર BLO શિક્ષકોને પણ તેમના વતન જવાની તક સમયસર મળી રહે.

આપના સહયોગ માટે સદેવ આભારી રહીશું.

સાદર,

કચ્છ જિલ્લાના સમગ્ર BLO શિક્ષકવર્ગ વતી