આત્મા પ્રોજેક્ટ કામગીરીની સમીક્ષા તેમજ નાણાકીય વર્ષ માટેના વિવિધ કામોને મંજૂરી આપી

ભાવનગર જિલ્લા પંચાયત ખાતે આત્મા ગવર્નિંગ બોર્ડના ચેરમેન વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીના અઘ્યક્ષસ્થાને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની આત્મા ગવર્નિંગ બોર્ડની બીજી બેઠક યોજાઇ હતી.જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ આત્મા પ્રોજેક્ટ હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા તેમજ નાણાકીય વર્ષ માટેના વિવિધ કામોને મંજૂરી આપી હતી.

બેઠકમાં ગવર્નિંગ બોર્ડના ચેરમેન વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે,આત્મા પ્રોજેકટ દ્વારા ખેતી વિસ્તરણની વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે.પ્રાકૃતિક પેદાશોથી માનવ સ્વાસ્થ્ય પણ જળવાઈ રહેશે,જેથી જિલ્લાના મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં સઘન પ્રયાસ કરવા સુચના આપી હતી.આ દરમિયાન ગૌ સત્વ નેચરલ ફાર્મિંગ FPO દ્વારા બનાવેલ દશપર્ણી અર્ક અને અગ્નિ અસ્ત્રના બોટલ પેકીંગનું લોન્ચિંગ પણ કર્યું હતું.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.એન.જરુ,જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, આત્મા વિભાગના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે.એન.પરમાર, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ,જિલ્લા ક્વોલીટી કંટ્રોલ અધિકારીશ્રી,બાગાયત અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦

રિપોર્ટર એજાજ શેખ ભાવનગર👍