આર.ઇ. પાર્કમાં ટ્રેક્ટર પલટતાં 25 વર્ષીય યુવાને જીવ ખોયો

copy image

copy image

ભુજના ખાવડા નજીક આર.ઇ. પાર્કમાં ટ્રેક્ટર પલટતાં 25 વર્ષીય યુવાનને જીવા ગુમાવવાનો વારો આવ્યો છે. ગત તા. 4/12ના સાંજના અરસામાં ભુજ ખાતે આવેલ ખાવડા નજીક આર.ઇ. પાર્કમાં આ બનાવ બન્યો હતો. ત્યારે આ ગમખ્વાર બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અહી સાંજના સમયે પવનકુમાર રતનલાલ ગુર્જર નામનો યુવાન ટ્રેકટર પર હતો તે સમયે કોઈ કારણોસર ટ્રેક્ટર પલટતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયેલ હતો. ગંભીર રીતે ઘાયલ થયેલ યુવાનને સરવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ ટાપાસ આરંભી છે.