નાની રવ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં આધેડનું મોત

copy image

copy image

રાપર ખાતે આવેલ ત્રંબૌ સીમથી નાની રવ જતા માર્ગે ટ્રેક્ટર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 45 વર્ષીય આધેડનું મોત થયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 5/12ના સવારના સમયે નાની રવ ગામમાં રહેનાર મહિપતસિંહ નામનો આધેડ ત્રંબૌ સીમમાં આવેલી પોતાની વાડીએ હતો જ્યાથી પોતાની બાઈક દ્વારા પોતાના ઘરે પરત જઈ રહ્યો હતો તે સમયે સામેથી આવતા ટ્રેક્ટરના ચાલકે બાઈકને હડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.