ફેક આઇ.ડી. બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપીંડી કરવાની કોશિષ કરનાર ઇસમોને ખોટા સોનાના બિસ્કીટ સાથે પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સસ્તા સોનાની લાલચ આપતી ગેંગો તથા એકના ડબલ કરી આપવાના ઇરાદાથી લોકો સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જિલ્લામાં અમુક ઇસમો દ્વારા સોશ્યલ મીડીયામાં ખોટી આઇ.ડી. બનાવી તેના મારફતે સોશ્યલ મીડીયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વીડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રણજીતસિંહ જાડેજા તથા દિવ્યરાજસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે, નવાબ જત રહે. ગાંધીનગરી ભુજ વાળો હાલે ડી-માર્ટ મોલ સામે ફાટક પાસે પોતાના કબ્જાની હ્યુન્ડાઇ આઇ-૧૦ જીજે-૧૨-એફઇ-૪૨૬૬ ફોર-વ્હીલર ગાડીમાં હાજર છે અને તેની સાથે અલ્તાફ મંધરા રહે, મદીનાનગર-૨ તથા મેહબુબ ટાંક રહે.ગાંધીનગરી ભુજવાળાઓ પણ હાજર છે જેઓ સાથે મળી સોસીયલ મીડીયામાં ખોટી/બનાવટી આઇ.ડી. બનાવી અને તેમાં બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી અન્ય વ્યક્તિઓ સાથે છેતરપીંડી કરવાની કોશિશ કરી તેઓ સાથે સંપર્ક કેળવી હાલે તેઓને બોલાવી અને નકલી સોનાના બિસ્કીટ આપવાની પેરવીમાં છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા અલ્તાફ મંધરા રહે.મદીનાનગર-૨ તથા મેહબુબ ટાંક રહે.ગાંધીનગરી ભુજવાળાઓ મળી આવેલ અને તેમની પાસેથી મળી આવેલ મોબાઇલમાં “Gourv Soni” તથા “Sultansoni Bhai” તથા “Bhavin Patel” નામની ફેસબુકમાં ખોટા નામની આઇ.ડી. ચાલુ હોય અને તે આઇ.ડી.માં બજાર ભાવ કરતા સસ્તુ સોનુ આપવાની અલગ-અલગ પોસ્ટ છેતરપીડી કરવાના ઇરાદે શેર કરેલ હોય જેથી મજકુર હાજર મળી આવેલ ઇસમો તથા નાશી

ગયેલ ઇસમ વિરૂધ્ધમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૧૨૧૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪),૩૧૯(૨),૩૩૬(૩),૩૪૦(૨),૩(૫).૬૨ તથા આઇ.ટી.એકટ કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

  • પકડાયેલ આરોપી
  • અલ્તાફ જુમા મંધરા ઉ.વ.૨૫ રહે. મદીનાનગર-૨ મોટાપીર ચોકડી પાસે ભુજ > મેહબુબ હુશેન ટાંક ઉ.વ.૨૨ રહે.ગાંધીનગરી ઇમામચોક પાસે ભુજ

નાશી ગયેલ આરોપી

  • નવાબ જત રહે.ગાંધીનગરી ભુજ

:• કબ્જે કરેલ મદ્દામાલ

  • મોબાઇલ ફોન નંગ – ૦૩ કિં.રૂ. ૩૦,૦00/-
  • નકલી સોનાનો બિસ્કીટ નંગ-૦૧ કી.રૂ.00/-

ટુ-વ્હીલર મો.સા.-૦૧ કી.રૂ.૨૦,૦૦૦/-