પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં જીવામૃત વૃક્ષો અને છોડને ફંગલ અને બેક્ટેરિયલ રોગોથી બચાવે છે

   પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળી રહ્યા છે ત્યારે આ પધ્ધતિમાં પાકના સારા ઉત્પાદન બે પ્રકારના ખાતર જીવામૃત અને ઘનજીવામૃત તૈયાર કરવામાં આવે છે. જે પૈકી જીવામૃતની ઉપયોગી ભૂમિકા વિશે જાણીએ, તો જીવામૃતનો ખેતીમાં કઇ રીતે ઉપયોગ કરવો તે જાણવું જરૂરી છે.  જીવામૃતને મહિનામાં બે વાર કે એક વાર ઉપલબ્ધતા મુજબ, ૨૦૦ લીટર પ્રતિ એકરના હિસાબથી પિયતના પાણી સાથે આપવું જોઇએ., એનાથી ખેતીમાં ચમત્કાર થશે.ફળઝાડની પાસે ઝાડની બપોરે ૧૨ વાગ્યાં જે છાયા પડે છે, તે છાયાની પાસે પ્રતિ ઝાડ ૨ થી ૫ લીટર જીવામૃત જમીન ઉપર મહિનામાં એક અથવા બે વાર ગોળાકાર આપવાનું છે. જીવામૃત આપતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે.

જીવામૃતનો છંટકાવ

         શેરડી, કેળાં, ઘઉં, જુવાર, મકાઈ, તુવેર, અડદ, મગ, ચણા, સૂર્યમુખી, કપાસ, અળસી, સરસવ, બાજરા, મરચી, ડુંગળી, હળદર, આદુ, રીંગણા, ટામેટા, બટેટા, લસણ, લીલા શાકભાજી, ફૂલ, ઔષધીય છોડ, સુંગધિત છોડ વગેરે બધા ઉપર ૨ થી ૮ મહિનાં સુધી જીવામૃત છટકાંવની રીત આ પ્રકારની છે. મહિનામાં ઓછામાં ઓછુ એકવાર,બે વાર અથવા ત્રણ વાર જીવામૃતનો છટકાંવ કરો.

ઉભા પાક ઉપર જીવામૃતનો છંટકાવ

૬૦ થી ૯૦ દિવસના પાકો

            પહેલો છંટકાવ: બિયારણ વાવ્યાના ૨૧ દિવસ પછી પ્રતિ એકર ૧૦૦ લીટર પાણી અને ૫ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છંટકાવ કરો.

બીજો છંટકાવઃ પહેલા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છટકાવ કરો.ત્રીજો છંટકાવઃ બીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને પ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને છંટકાવ કરો.

૯૦ થી ૧૨૦ દિવસના પાકો

પહેલો છંટકાવઃ બિયારણ વાવ્યાના ૨૧ દિવસ પછી પ્રતિ એકર ૧૦૦ લીટર પાણી અને ૫૦ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છંટકાવ કરો બીજો છંટકાવ: પહેલા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૧૫૦ લીટર પાણી અને ૧૦ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છંટકાવ કરો. ત્રીજો છંટકાવ: બીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. ચોથો અને છેલ્લો છંટકાવ: જો દૂધિયા દાણાંની અવસ્થા અથવા ફળની શરૂઆતની અવસ્થા હોય તો પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૫ લીટર ખાટી છાશ અથવા ૨ લીટર નારિયેળનું પાણી ભેળવીને છંટકાવ કરો.

૧૨૦ થી ૧૩પ દિવસના પાકો

પહેલો છંટકાવ: બિયારણ વાવ્યાના એક મહિનાં પછી પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને પ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છટકાંવ કરો. બીજો છંટકાવઃ પહેલા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૧૫૦ લીટર પાણી અને ૧૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. ત્રીજો છંટકાવ: બીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને પ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને છંટકાવ કરો. ચોથો છંટકાવ: ત્રીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છટકાંવ કરવો. પાંચમો અને છેલ્લો છંટકાવ: જો દૂધિયા દાણાંની અવસ્થા અથવા ફળ શરૂઆતની અવસ્થા હોય તો પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૫ લીટર ખાટી છાશ અથવા ૨ લીટર નારિયેળનું પાણી ભેળવીને છંટકાવ કરો.

૧૩૫ થી ૧૫૦ દિવસના પાકો

પહેલો છંટકાવ: બિયારણ વાવ્યાના એક મહિના પછી પ્રતિ એકર ૧૦૦ લીટર પાણી અને પ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છંટકાવ કરો. બીજો છંટકાવ: પહેલા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૧૫૦ લીટર પાણી અને ૧૦ લીટર જીવામૃત ભેળવીને છટકાંવ કરો. ત્રીજો છંટકાવઃ બીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૫ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને છંટકાવ કરો. ચોથો છંટકાવઃ ત્રીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. પાંચવો છંટકાવ: ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. છેલ્લો છંટકાવઃ જો દૂધિયા દાણાંની અવસ્થા અથવા ફળ શરૂઆતની અવસ્થા હોય તો પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૫ લીટર ખાટી છાશ અથવા ૨ લીટર નારિયેળનું પાણી ભેળવીને છંટકાવ કરો.

૧૬૫ થી ૧૮૦ દિવસના પાકો

પહેલો છંટકાવ: બિયારણ વાવ્યાના એક મહિનાં પછી પ્રતિ એકર ૧૫૦ લીટર પાણી અને પ લીટર કપડાથી ગાળેલ જીવામૃત ભેળવીને છંટકાવ કરો. બીજો છંટકાવઃ પહેલા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૧૫૦ લીટર પાણી અને ૧૦ લીટર જીવામૃત ભેળવીને છટકાંવ કરો. ત્રીજો છંટકાવઃ બીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૫ લીટર ખાટી છાશ અથવા લસ્સી ભેળવીને છંટકાવ કરો. ચોથો છંટકાવઃ ત્રીજા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો. પાંચમો છંટકાવઃ ચોથા છંટકાવના ૨૧ દિવસ બાદ પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છટકાંવ કરો. છેલ્લો છંટકાવ: જો દૂધિયા દાણાંની અવસ્થા અથવા ફળ શરૂઆતની અવસ્થા હોય તો પ્રતિ એકર ૨૦૦ લીટર પાણી અને ૨૦ લીટર જીવામૃત ભેળવીને છંટકાવ કરો.

શેરડીકેળાપપૈયાના પાકો ઉપર જીવામૃતનો છંટકાવ

      આ પાકોની વાવણી કે રોપણી બાદ પાંચ મહિનાં સુધી ઉપર આપેલ રીત મુજબ છંટકાવ કરવો. ત્યાર બાદ દર ૧૫ દિવસમાં પ્રતિ એકર ૨૦ લીટર જીવામૃત કાપડથી ગાળી ૨૦૦ લીટર પાણીમાં મિશ્રણ બનાવીને શેરડી, કેળા અને પપૈયાના છોડ ઉપર છંટકાંવ કરો.

ફળાઉ ઝાડ ઉપર જીવામૃતનો છંટકાવ

         ફળાઉ ઝાડ (કોઈપણ ઉંમરનાં) ઉપર મહિનાંમાં બે વાર જીવામૃતનો છંટકાંવ કરો. ૨૦ થી ૩૦ લીટર જીવામૃત કપડાથી ગાળી ૨૦૦ લીટર પાણીમાં મિશ્રણ બનાવીને છંટકાવ કરો. ફળ પાકવાના ર મહીના પહેલા ફળાઉ ઝાડ ઉપર નારિયેળનું પાણી ૨ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. તેના ૧૫ દિવસ બાદ ૫ લીટર ખાટી છાશ અથવા લસ્સી ૨૦૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો.

૦૦૦૦