ગાંધીધામની ખન્ના માર્કેટમાં હૃદય હચમચાવી દેનારો અકસ્માત — ચાલતા યુવક પર ટ્રકના પૈડાં ફરી ગયા, CCTV ફૂટેજ વાયરલ

ખન્ના માર્કેટ વિસ્તારમાં આજે સવારે બનેલા ભયાનક અકસ્માતનો CCTV વિડિયો સામે આવ્યો છે. વિડિયોમાં દેખાય છે કે સામાન્ય રીતે રસ્તા પર ચાલતો યુવક અચાનક આવી રહેલી ટ્રકની ચપેટમાં આવી જાય છે અને ભારે ટ્રકના પૈડાં તેના પર ફરી જતા ઘટનાએ પળવારમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું.
અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોએ દોડધામ મચાવી યુવકને મદદ કરવાનો પ્રયાસ કર્યો.
પોલીસે CCTVના આધારે ટ્રક ડ્રાઈવર સામે તપાસ શરૂ કરી છે અને અકસ્માતનું સાચું કારણ જાણવા ટેક્નિકલ તપાસ હાથ ધરાઈ છે.