હળવદ પો.સ્ટે. અપહરણના ગુનામાં નાશતા ફરતા આરોપીને પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.જે.ક્રિશ્ચિયન સા., ભુજ વિભાગ ભુજનાઓએ નાઓએ જિલ્લામાં શરીર સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને ઝડપથી પકડી પાડી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ

જે અનુસંધાને પી.પી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના સીધા માર્ગદર્શન અને રાહબરી હેઠળ માનકુવા પોસ્ટેના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન હ્યુમન રીસોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે પો.હેડ કોન્સ. અશોકભાઈ એમ. ડાભી તથા પો.હેડ કોન્સ. કિરણકુમાર એસ. પુરોહિતનાઓને બાતમી હકિકત મળેલ કે હળવદ પોસ્ટે. પાર્ટ-એ ગુરનં. ૧૦૯૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ મુજબના ગુના કામેનો આરોપી હાલે વાડાસર ગામે વાડી વિસ્તારમાં છુપાયેલ છે જે આધારે વર્કઆઉટ કરી વોચમાં રહી વાડાસર ગામે રામપર રોડ પરથી આરોપી પ્રકાશ ઉર્ફે ફુલકંદભાઈ અનાજીયા રાઠવા રહે- શંકનલીમર અલીરામપુર મધ્યપ્રદેશ તથા ભોગબનનારને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે હળવદ પોસ્ટેને કબ્જો સોપેલ છે.

ગન્હાની વિગત-

હળવદ (જી.-મોરબી) પોસ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૦૯૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૩૭(૨), ૮૭ મુજબ

પકડાયેલ આરોપીઓઃ-

પ્રકાશ ઉર્ફે ફુલકંદભાઈ અનાજીયા રાઠવા રહે- શંકનલીમર, અલીરામપુર, મધ્યપ્રદેશ.

આ કામગીરીમાં માનકુવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી પી.પી.ગોહિલનાઓની રાહબરી હેઠળ એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ રાણા, મુકેશભાઇ સાધુ તથા પો.હેડ કોન્સ. જયપાલસિહ જાડેજા, અશોકભાઈ ડાભી, વિનોદજી ઠાકોર, કીરણભાઈ પુરોહીત, કમલેશભાઇ ચૌધરી તથા વુ.પો.કોન્સ. જીજ્ઞાબેન ભાટીનાઓ જોડાયેલ હતા.