જુદા જુદા બેંકમાં ખાતા ખોલાવી સાયબર ફ્રોડના નાણા મેળવી ચેકથી વિડ્રો કરી તેમજ ઓનલાઈન ટ્રાન્સફર કરી કમીશન મેળનાર બે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના અનુસાર શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ પરથી માહિતી મેળવી અને જે સાયબર ફ્રોડમાં સંકળાયેલ હોય તેઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે સુચના અન્વયે સાયબર સેલના નોડલ અધિકારી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટર જે.બી.જાદવ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ સાયબર ક્રાઇમ સેલના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ.

જે અન્વયે સમન્વય પોર્ટલ ઉપરથી તાત્કાલિક બેંક એકાઉન્ટની માહિતી મેળવી એનાલીસીસ કરી અને તે આધારે (૧) ધનંજય શૈલેશભાઇ ચૌહાણ રહે.૨૭, સત્યમ સોસાયટી, બાપાસીતારામ મઢુલીની સામે, મંગલમ ચાર રસ્તા, ભુજ તથા (૨) આસીફ ઓસમાણ સાદ ઉ.વ.૨૮ રહે. સીતારા ચોક, ભીડ નાકા બહાર, ભુજ વાળાના નિવેદન લઇ તપાસ કરતા તે લોકો સાયબર ફોડમાં સંકળાયેલ હોવાના પુરાવા આધારે સરકાર તરફે ફરીયાદી બની (૧) આરોપી ધનંજય શૈલેશભાઇ ચૌહાણ નાઓએ સાયબર ફોડ/છેતરપીંડીના કુલ્લે રૂપિયા ૮૭,૭૬,૫૧૦/- મેળવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધ ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૨૨૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ- ૩૧૭(૨),૩૧૭(૪),૩૧૮(૪), ૬૧(૨),૩(૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી).૬૬(ડી) મુજબનો ગુનો દાખલ કરાવેલ તથા (૨) આરોપી આસીફ ઓસમાણ સાદ નાઓએ સાયબર ફોડ/છેતરપીંડીના કુલ્લે રૂપિયા ૨૨,૦૦,૫૦૦/- મેળવી ગુનો કરેલ હોય જેથી તેના વિરૂધ્ધ ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૫૦૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૭(૨),૩૧૭(૪),૩૧૮(૪), ૬૧(૨),૩ (૫) તથા આઇ.ટી.એકટ-૨૦૦૦ ની કલમ-૬૬(સી),૬૬(ડી) મુજબનો ગુનો સાયબર સેલ પશ્ચિમ કચ્છ ભુજ તરફથી દાખલ કરાવવામાં આવેલ.

ઉપરોક્ત બન્ને ગુના કામના આરોપી (૧) ધનંજય શૈલેશભાઇ ચૌહાણ રહે.૨૭, સત્યમ સોસાયટી, બાપાસીતારામ મઢુલીની સામે, મંગલમ ચાર રસ્તા, ભુજ તથા (૨) આસીફ ઓસમાણ સાદ ઉ.વ.૨૮ રહે. સીતારા ચોક, ભીડ નાકા બહાર, ભુજ વાળાને હસ્તગત કરી ભુજ શહેર એ ડીવીઝન તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.