ભુજમાં ભારતીય મહિલા સુરક્ષા સંગઠન તેમજ સહકાર સેવા મંડળ દ્વારા જરૂરિયાત મંદો માટે રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભુજ શહેર ખાતે ભારતીય મહિલા સુરક્ષા સંગઠન તેમજ સહકાર સેવા મંડળ દ્વારા તાજેતરમાં જરૂરિયાત મંદો માટે રાશન કીટ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મહિલા મંડળના પ્રમુખ કરિશ્મા બેન ખોજા, રમાબેન માકડ, ભાવનાબેન ઠક્કર, ચેતનાબેન તેમજ કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા હતા તો સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર સમેજા, માલસીભાઈ માતંગ, વારીશપટણી, સલીમ મોગલ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જરૂરત મંદો ને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું