ભચાઉમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત
copy image

ભચાઉમાં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભચાઉની જલારામ સોસાયટીમાં રહેનાર શ્રેયાબેન રમેશ સુથાર નામની યુવતી ગત દિવસે સવારના પોતાના ઘરે હતી તે સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવતીની સગાઇ તૂટી જતાં તેને લાગી આવતા તેને આપઘાત કરી લીધો હોવાની વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.