હત્યાની કોશિશ ઉપરાંત મારામારીના ગુનામાં સંડોવાયેલ પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે દબોચ્યો

copy image

copy image

સૂત્રોનું કહેવું છે ભચાઉમાં પાંચ વર્ષ પૂર્વે હત્યાની કોશિશ, મારામારીના ગુનામાં સંડોવાયેલ શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે માહિતી મળી રહી છે જે મુજબ ભચાઉ ખાતે આવેલ નવી મોટી ચીરઇ, મૂળ સાણંદ અમદાવાદના જગદીશસિંહ નટવરસિંહ વાઘેલા સામે વર્ષ 2020માં તેમજ 2021માં હત્યાની કોશિશ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવવામાં આવેલ હતી. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ઈશમ છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન આ ઈશમને ઝડપી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.