ચોપડવા નજીક બાઇક સ્લીપ થતા યુવાને જીવ ખોયો

copy image

copy image

ભચાઉ તાલુકાના ચોપડવા નજીક બાઇક સ્લીપ થઈ જતાં એક યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ ગોઝારો અકસ્માત ચોપડવા અને લુણવા વચ્ચે સર્જાયો હતો. રવિચંદન નામનો યુવાન બાઇક મારફતે ઝલોન કંપનીથી દૂધ લઇને એસ. પોદર કંપની લુણવા તરફ જઇ રહ્યો હતો, તે દરમ્યાન રસ્તામાં બાઇક સ્લીપ થતાં તે નીચે પટકાયો હતો. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે દરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.