વાંઢિયા નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એકનું મોત
copy image

વાંઢિયા નજીક ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એક શખ્સે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માત અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ બનાવના ફરિયાદી એવા દિનેશ બિજલ ગરસાણિયા રાજકોટથી ટ્રક લઇને ધાણેટી તરફ માલ ભરવા આવી રહ્યો હતો, તે દરમ્યાન લક્ષ્મી હોટેલની નજીક પહોંચતાં સામેથી રોંગ સાઇડમાં આવતા ટેમ્પો સાથે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ટેમ્પોચાલક જીતેન્દ્રસિંઘનું ગંભીર ઇજાઓના પગલે મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તાઓયસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.