Skip to content
કદંબગીરી ગામના દેવકુ પોપટ કામળીયાની વાડીએ તેના ભાણેજ મુન્નાભાઈ મોભ તથા નદીમ જુણેજા રહે.બંને પાલિતાણા વાળાએ અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારી સંતાડેલ છે. તેવી હકીકત મળતા તુર્તજ સાથેની પોલીસ તથા કદંબગીરી આજુબાજુ પ્રોહી વોચમાં રહેલ જેસર પીએસઆઈ ડી.બી.વાઘેલા તથા મનુભાઈને સાથે રાખી દરોડો કરતાં કડબના ઓધામાં સંતાડેલ અલગ-અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો નંગ 70 કિંમત રૂપિયા 28,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 2,000 એમ કુલ રૂપિયા 30,000 નો મુદામાલ ઝડપી પાડી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.