Skip to content
લોધીકા તાલુકા પારડી ગામે વેલનાથ સોસાયટીના બંધ ઘરના તાળાં તોડી રોકડ અને સોનાના ઘરેણાં મળી રૂ.2.55 લાખની મતાની ચોરાયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધણી છે. પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગત અનુસાર શાપર પાસે પારડી ગામે વેલનાથ સોસાયટીના ઘરના દરવાજના નકુચા તોડી તસ્કરોએ રૂમમાં પડેલી તિજોરીનો લોક તોડી રોકડા રૂ.20,000 અને રૂ.2.35 લાખની કિંમતના 15,200 ગ્રામ સોનાના ઘરેણાં તસ્કરી થઈ ગયાની મકાન માલીક ડીમ્પલબેન ભીખાભાઇ વાઘેલાએ શાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. આ બનાવની જાણ શાપર પોલીસ સ્ટેશનના સ્ટાફને થતાં બનાવ સ્થળે પીએસઆઈ એ.એ.ખોખર અને ડોગ સ્કોડ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાંત સાથે દોડી જઈ તસ્કરોનું પગેરૂદબાવ્યું છે.