કેશોદ અને રાણિંગપરાન ગામેથી આઈ પી એલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ત્રણ ઇસમને પકડી પાડીને 15 થી વધુ ઇસમો સામે ગુનોં દાખલ કરાવ્યો છે. જુનાગઢ એલસીબીએન બાતમીના આધારે કેશોદમાં ધવલ પ્રવીણ રૂપારેલ નામના ઇસમને પકડી લીધો હતો. આ ઈસમ પાસેથી મળી આવેલા ત્રણ મોબાઈલમાં અલગ અલગ ચાર ઓનલાઈન એપ્લિકેશન માફરત ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો હતો. જેમાં વેરાવળના મુકેશ ઉર્ફે મુન્ના તન્ના, અમદાવાદનાં નિમેશ શાંતિલાલ કારીયા નામના બેનસટ્ટોયાના નામ ખૂલ્યા હતા. આ બંને ઇસમોના ખાતામાં અનેક ગ્રાહકો સટ્ટો રમતા હતા. ધવલ પાસેથી ત્રણ મોબાઈલ ઉપરાંત 3,510 રોકડ જપ્ત કરીને તપાસ કરી હતી. જ્યારે કેશોદના રાણિંગપરા ગામે દિલિપ ઉર્ફે રાજા ઓડેદરા નામના ઈસમ અને મુકો રબારી નામના ઇસમને પકડી પાડીને 11,110 રોકડા જપ્ત કર્યા હતા. આ બંને ઇસમો ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હતા. તેમના મોબાઇલમાંથી પોરબંદરના અંકિત, અમદાવાદનાં રાજન કક્ક્ડના નામ ખુલતા પોલીસે તેમના સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.