પશ્ચિમ કચ્છ LCB દ્વારા 12 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : ઘરે ઘરે કપડાં માંગવા આવતા બે ભાઈઓ ઝડપાયા

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ ભુજએ કુલ 12 વણશોધાયેલ ઘરફોડ ચોરીઓ અને ચોરીના ગુનાઓ શોધી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.
પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડાની સૂચનાઓ બાદ, LCB ઇન્ચાર્જ PI એચ.આર. જેઠી તથા PSI જે.બી. જાદવના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચાઈ હતી. ટીમના ASI વિકેશભાઈ રાઠવા, મયુરસિંહ રાણા અને LCB સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, રણજીતસિંહ જાડેજા, લાખાભાઈ રબારી, સુનિલ પરમાર, વિક્રમસિંહ ગોહિલ તેમજ કૉન્સ્ટેબલ અનિલ ખટાણા અને વિરમ ગઢવીને ખાનગી માહિતી મળ્યા બાદ નખત્રાણા તાલુકાના લાખાડી ગામ નજીક બે શંકાસ્પદ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓમા 28 વર્ષીય રાજા રમેશભાઈ રાઠોડ ચીત્રાવત, અમે તેનો ભાઈ 23 વર્ષીય જયસિંગ ઉર્ફે પ્રવિણ ઉર્ફે સુકો રમેશભાઈ રાઠોડ ચીત્રાવત, બંને મજૂરી તથા જુના કપડા માંગવાનું કામ કરતા હતા અને હાલ નખત્રાણા તાલુકાના યક્ષ વિસ્તારમાં રહેતા હતા. બંને પાસેથી તાળાં ખોલવાના ઝુમખા, ઇલેક્ટ્રિક પકડ, સ્ક્રુ ડ્રાઈવર, ગણેશીયો, મોબાઇલ ફોન
આ તમામ મુદ્દામાલ BNSS કલમ 106 હેઠળ કબ્જે કરાયા છે.
આ બંને ભાઈઓએ અલગ અલગ જગ્યાએ ચોરી કર્યાની કબૂલાત આપી જેના આધારે 12 ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનાની ચેન, ચાંદીના દાગીના સહિત રૂપિયા 39,000 નો મુદ્દામાલ, માનકુવા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 50,000 ના સોના ચાંદીના દાગીના, મુંદરા પોલીસ સ્ટેશનમાં 1.87 લાખનો મુદ્દામાલ, માનકુવા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ અને રોકડ મળીને રૂપિયા 16,000, નખત્રાણા પોલીસ સ્ટેશનમાં સોનાનો દોઢ તોલાનો હાર સહિત રૂપિયા 1.20 લાખ કબ્જે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપીઓએ સામત્રા, કેરા-બળદિયા, કોઠારા, કબરાઉ–મોગલધામ અને ભુજ–મીરજાપર રોડ વિસ્તારોમાં પણ ચોરી કર્યાની કબૂલાત આપી.
રિકવર થયેલ મુદ્દામાલમાં
પોલીસે કુલ રૂપિયા 4 લાખ 2 હજાર 568 રિકવર કર્યા છે, જેમાં ચાંદીની ઢાળ 1 કિલો 8 ગ્રામ, સોનાની ઢાળ 25 ગ્રામથી વધુ, મંગલસૂત્ર, ઝાંઝરી, ચાંદીની કંઠી, મોબાઇલ ફોન 4 નંગ
સમાવેલ છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તરફ નજર કરીએ તો જયસિંગ તથા રાજા બંને પર અગાઉથી ભુજ, હળવદ, હિંમતનગર અને પધ્ધર વિસ્તારોમાં ઘરફોડ અને ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.