દહીંસરામાં બંધ ઘરમાં તસ્કરોએ ખાતર પાડ્યું

copy image

copy image

ફરી એક વખત કચ્છ ભુજના દહીંસરામાંથી ચોરીનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે રામપર રોડ મધ્યે રહેતા દીપ અશ્વિનકુમાર દરજી દ્વારા માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. જે અનુસાર ગત તા. 13/11ના રોજ ફરિયાદી તેમના પરિવાર સાથે ઘર બંધ કરીને દ્વારકા દર્શને ગયેલ હતા જ્યાથી પરત આવીને જોતાં ઘરના તાળાં તૂટેલી હાલતમાં જોવા મળી આવેલ હતા ઉપરાંત ઘરમાં તમામ સર-સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. વધુ તપાસ કરતાં અહીથી બે મોબાઈલ તેમજ રોકડ સહિત રૂા. 16000ના મુદ્દામાલની કોઈ અજાણ્યા ચોર ઈશમો ચોરી કરી ફરાર થઈ ગયેલ હતા. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.