ભુજમાંથી અડધી રાત્રે મહેફિલ માણતા ચાર ઈશમોને પોલીસે દબોચ્યા
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ભુજની જથ્થાબંધ બજારના ગેટ નજીકથી અડધી રાત્રે મહેફિલ માણતા ચાર પરપ્રાંતીય શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજની જથ્થાબંધ બજારના ગેટ નજીક અમુક ઈશમો દારૂની મહેફિલ માણી રહ્યા છે. ત્યારે પોલીસે મળેલ બાતમીના આધારે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી ચાર નરાધમોને પીણું પીધેલી હાલતમાં રંગે હાથ દબોચી લીધા હતા. જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.