રાપરના માણાબામાં પવનચક્કીમાંથી 2.18 લાખના વાયરની તસ્કરી
copy image

રાપરના માણાબાના સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી 2.18 લાખના વાયરની તસ્કરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, માણાબા ગામની સીમમાં આવેલી સુઝલોન કંપનીની 17 પવનચક્કીઓમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ગત તા. 12/12ના પવનચક્કી નંબર એસ-226માં ચોરી થયાનું સામે આવતા તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ સમયે પવનચક્કીનાં તાળાં તોડી અંદરથી 629 મીટર વાયર જેની કુલ કી. રૂા. 2,18,200ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.