કુકમા નજીક બાયપાસ માર્ગે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

copy image

copy image

કુકમા નજીક બાયપાસ માર્ગે એસ.ટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં અમુક મુસાફરો અને બસચાલકને ઇજાઓ પહોંચી હતી પરંતુ સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, આ  બસમાં ભુજથી અંદાજિત 24 જેટલા મુસાફર સવાર હતા. આ બસ નલિયા ડેપોની નલિયાથી જામનગર લઇ જવા નીકળી હતી તે દરમ્યાન સવારના અરસામાં કુકમા બાયપાસ માર્ગેથી મેઇન રોડ ચડતાં અંજાર બાજુથી ટ્રક સાથે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં અમુક મુસાફરો અને બસચાલકને ઇજાઓ પહોંચી હતી પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવા અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.