“ભુજ નગરપાલિકા દ્વારા દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું.”

આજરોજ ભુજ નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમીતે બી.એમ ૫૫ પાસે આવેલ તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રધ્ધાસુમન અર્પણ કરતા કચ્છ જીલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના રાજવી પરિવારોને એકસૂત્ર બાંધનાર આદરણીય સરદાર સાહેબને આજરોજ નતમસ્તક નમન કરું છું તેમજ તેમણે બતાડેલ પથ પર ચાલવાની પરમાત્મા અમોને શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ઉપરોક્ત પ્રસંગે શ્રધ્ધાસુમન આપતા ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે દેશના લીખંડી પુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ નિમીતે તેમને કોટી કોટી વંદન કરું છુ અને નગરજનો વતી નગરપતિ તરીકે શ્રધ્ધાસુમન કરવાની તક મળી છે તે બદલ ધન્યતા અનુભવું છું
ઉપરોક્ત પ્રસંગે ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ રચનાબેન શાહ, ભુજ નગરપાલિકાના શાસકપક્ષના નેતા કમલભાઈ ગઢવી ભુજ નગરપાલિકાના પાણી પુરવઠા શાખાના ચેરમેન સંજયભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના રોડવાઈટ I શાખાના થેરમેન કશ્યપભાઈ ગોટ ભુજ નગરપાલિકાના નગરસેવક પીરેનભાઈ વાવન અશોકભાઈ પટેલ, શહેર સંગઠનના હોદ્દેદારી તેમજ સામાજીક આગેવાન અનવર નોડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા