એ.સી.બી ની સફળ ટ્રેપ

ફરીયાદી:- એક જાગૃત નાગરીક

આરોપી:
(૧) શ્રી પેથાભાઇ કરમશીભાઇ પટેલ, હોદ્દો-પોલીસ ઇન્સપેક્ટર, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર
(૨) શ્રી વિપુલભાઇ બાબુભાઇ દેસાઇ, હોદ્દો-આર્મ્ડ પોલીસ કોન્સટેબલ, સી.આઇ.ડી.ક્રાઇમ, સી.આઇ.સેલ, ગાંધીનગર

ટ્રેપની તારીખ:- ૧૫/૧૨/૨૦૨૫

લાંચની માંગણીની રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ: રૂ.૩૦,૦૦,૦૦૦/-

ટ્રેપનુ સ્થળ:
ધી ઓફિસીસ હરી ગ્રુપ નામની નવી બનતી સાઇટ આગળ, સ્વાગત સિટી મોલથી આગળ, જાહેર રોડ પર, સરગાસણ, ગાંધીનગર.

ટુંક વિગત:
આ કામે હકીકત એવી છે કે, સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસ ઇન્સપેકટર પી.કે.પટેલ તથા સી.આઇ.ડી. ક્રાઇમ સી.આઇ. સેલના પોલીસવાળા વિપુલભાઇ દેસાઇ નાઓએ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે એ.સી.બી ના ફરીયાદી તથા ફરીયાદીના મિત્રને સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર ઝોન પો.સ્ટે. ગુ.ર.નં.૨૨/ ૨૦૨૪ ગુનાના કામે કોઇ કાર્યવાહી નહી કરવા ફરીયાદી પાસે રૂ.૩૦,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપી.નં.૨ નાઓએ ફરીયાદી સાથે રૂબરૂમાં હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૩૦,૦૦,૦૦૦/- લાંચની રકમ સ્વીકારી તથા આરોપી.નં.૧ નાઓએ લાંચના છટકા દરમ્યાન સ્વિકૃત્તિ આપી બંન્ને આરોપીઓએ એક બીજાની મદદગારી કરી પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત.

ટ્રેપિગ અધિકારી:-
શ્રી ડી.એન.પટેલ, પો.ઇન્સ.
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
તથા એ.સી.બી. ટીમ

સુપર વિઝન અધિકારી :
શ્રી ડી.એન.પટેલ,
ઇ.ચા.મદદનિશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ,
અમદાવાદ. By information m a bava committee for the porvion of currpuon Gujarat parsidnt