કચ્છ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર શ્રી હર્ષદકુમાર પટેલ સાહેબ ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે SIRની કામગીરી સંદર્ભે મતદાર નોંધણી અધિકારીઓ તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

6 ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં તા.1/1/2026 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision-2026 ) જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા કચ્છ જિલ્લા માટે Electoral Roll Observer તરીકે શ્રી હર્ષદકુમાર રતિલાલ પટેલ (Shri Harshadkumar Ratilal Patel (RR-2005)Commissioner Of Health (Urban) Gandhinagar नी लिमड થયેલ છે.જે અનુસંધાને તા.13/12/2025 ના રોજ 04-અંજાર વિધાનસભાના ધાણેટી ગામ ના મતદાન મથકો ભાગ નંબર 44.45.46 અને 47 ની મુલાકાત લીધી હતી. જેમાં બુથ લેવલ ઓફીસર દ્વારા કરાયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ રોલ ઓબ્ઝર્વરશ્રીએ જિલ્લામાં હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ સાથે તથા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેકટર કચેરી, કચ્છ ખાતે સમીક્ષા બેઠક કરી વિવિધ સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રતિનિધિ તરીકે શ્રી બાલકૃષ્ણ મોતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રતિનિધિ અંજલિ બેન ગૌર અને શ્રી સહેજાદ સમા અને જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.એચ. બારહટ ઉપસ્થિત રહ્યા હતા.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કચ્છ-ભુજ