આધાર પુરાવા વગરના કોમર્શીયલ તથા ડોમેસ્ટિક ગેસના બાટલા સાથે એક ઇસમને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ લોકલ કાઈમ બ્રાન્ચના માણસોને આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધર્મેન્દ્રભાઇ રાવલનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે, એક દુકાનદાર ગેસના બાટલા રાખેલ છે. અને કોઇ આધાર પુરાવા વગર વેચાણ કરે છે જેમાં કામ કરતા દિનેશકુમાર મહેન્દ્રસિંહ રહે. હાલે આર.ઇ. પાર્ક ખાવડા વાળો ગેસની બોટલને ગે.કા. રીતે બજારમાં વેચાણ કરે છે. અને હાલે તેની પ્રવૃતી ચાલુમાં છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કોમર્શીયલ બોટલ નંગ ૨૧ જેમાંથી ૨૦ સીલબંધ ભરેલી છે અને એક ખાલી બોટલ તેમજ બે ડોમેસ્ટિક (ઘરેલુ) સીલબંધ ભરેલી મળી આવેલ જેથી આ બોટલોના આધાર પુરાવા કે બીલ હોઇ તો રજુ કરવા જણાવતા તે ઇસમ પાસે આ બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ ન હોવાનું જણાવેલ તેમજ આ ગેસની બોટલો બીપીનભાઈ વેલજીભાઇ ઠક્કર રહે. ખાવડા વાળા વેચાણ અર્થે આપી ગયેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ – ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • કોમર્શિયલ ભરેલ ગેસની બોટલો નંગ – ૨૦ કિ.રૂ. ૪૦,૦00/-

કોમર્શિયલ એક ખાલી ગેસની બોટલ કિં.રૂ.૧૦૦૦/-

  • ડોમેસ્ટીક ગેસની બોટલ નંગ- ૨ કિં.રૂ.૨૦૦૦/-

પકડાયેલ ઇસમ

  • દિનેશકુમાર મહેન્દ્રસિંહ રહે. હાલે આર.ઇ. પાર્ક ખાવડા મુળ રહે. નેથવા, મંડિવાલ કી ધાણી, જિ.

સીકર રાજય રાજસ્થાન