“ખાવડાની વણશોધાયેલ ચોરી ગણતરીના કલાકમાં શોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જીલ્લામાં વણશોધાયેલ ચોરીના ગુનાઓ શોધવા માટે સુચના આપેલ હતી. જે સુચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવીનાઓ મીલ્કત સબંધી ગુનાઓ શોધવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રઘુવીરસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની સ્કોર્પિયો ગાડી જેના રજીસ્ટ્રેશન નંબર આર.જે. ૦૧ યુ એ ૬૯૫૦ વાળીમાં કોપરના વાયરો ચોરી કે છળકપટથી મેળવેલ અને તેઓ આ કોપરના વાયરો સગેવગે કરવા માટે ભુજ આવી રહ્યા છે અને તે પાલરા જેલ વાળા રસ્તે થી ભુજ તરફ આવી છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા કિશન રામનિવાસ ટેલર(દરજી) ઉ.વ. ૨૭ રહે. લુનિયાસ તા.દેગાણા જિ. નાગોર રાજસ્થાન હાલે રહે. કેમ્પ ૨ આર.ઈ. પાર્ક ખાવડા, તા.ભુજ વાળો મળી આવેલ અને તેના કબ્જાના વાહનના પાછળના ભાગે કોપરના વાયરો ભરેલ હોઇ જે બાબતે મજકુર ઇસમ પાસે આધાર પુરાવાનો નહી હોવાનું જણાવતા ઉપરોક્ત બાબતે યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલ કે હું આર.ઇ. પાર્ક ખાવડા ખાતે ઘનશ્યામ ભવરલાલ વૈષ્ણવ વાળા પાસે નોકરી કરુ છુ અને આ વાયરો અમે બન્ને સાથે મળી એક પવનચક્કી પાસે પડેલ કોપર વાયરો ચોરી કરેલ સંતાડી નાખેલ અને ઘનશ્યામ ભવરલાલ વેષ્ણવના કહેવા પ્રમાણે હું આજ તેની આ ગાડીમાં ભરી ભુજ મધ્યે વેચાણ કરવા માટે આવતો હોવાની હકીકત જણાવેલ જે અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી

  • કિશન રામનિવાસ ટેલર (દરજી) ઉ.વ. ૨૭ રહે. લુનિયાસ તા દેગાણા જિ. નાગોર રાજસ્થાન રહે હાલે કેમ્પ ૨ આર.ઇ. પાર્ક ખાવડા, તા.ભુજ

પકડવાનો બાકી આરોપી

  • ઘનશ્યામ ભવરલાલ વેષ્ણવ

કબ્જે કરેલ મુદ્દામાલ

  • કુલ ૨૦૦ કિ.લો. કોપરના વાયર કિં.રૂ.૮૦,૦૦૦/-
  • સ્કોર્પિયો ગાડી રજી.નં. આર.જે. ૦૧ યુ એ ૬૯૫૦ કિં.રૂ. ૮,૦૦,000/-

નીચે મુજબનો ગુનો શોધી કાઢેલ

  • ખાવડા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ૦૪૧૭/૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ