“ખાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કેબલ ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઇ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન અનિરૂધ્ધસિંહ રાઠોડ તથા રઘુવીરસિંહ જાડેજાનાઓને બાતમી હકીકત મળેલ કે, ખાવડા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૦૪૧૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબના ગુના કામેનો આરોપી ઘનશ્યામ ભવરલાલ વૈશ્નવ હાલે રહે. અદાણી એલ.સી.૦૧, લેબર કોલોની, ખાવડા તા.ભુજવાળો હાલે માંડવી ઓક્ટ્રોય ચાની કિટલી પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.
પકડાયેલ આરોપી
- ઘનશ્યામ ભવરલાલ વૈશ્નવ રહે. અદાણી એલ.સી.૦૧, લેબર કોલોની, ખાવડા તા. ભુજ મુળ રહે. લુનીયાસ પોસ્ટ રાજલોતા તા. દેગાણા જી. નાગોર રાજસ્થાન.