કિંમતી મકાન પચાવી પાડવાના ઉદેશથી ડમી વ્યકિતીઓ ઉભા કરી તેમજ ખોટા દસ્તાવેજ બનાવી કાવતરૂ રચી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગની થઈ ધરપકડ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી વિકાસ સુંડા સાહેબ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસઘાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૧૪૯૮/૨૦૨૫ .એન.એસ.કલમ- ૬૧(૨)(એ), ૩૩૮, ૩૩૬(૩), ૩૪૦(૨) ૩૩૯ મુજબનો ગુનો ગઈ તા.૧૪/૧૨/૨૦૨૫ ના ૨જીસ્ટર થયેલ જે ગુનાના ફરીયાદી મંદાબેન વા/ઓ મધુસુદનભાઈ દાવડા ઉ.વ.૬૨ ૨હે.મ.નં.૪૦ નિલકંઠ હોમ્સ સોસાયટી વર્ષામેડી તા.અંજાર નાઓના સાસુ ધનલક્ષ્મીબેન બ્રહ્માકુમારી તથા નંણદ દક્ષાબહેન બ્રહ્માકુમારી નાઓની માલીકીનુ વર્ષામેડીસીમ વિસ્તારમાં બાગેશ્રી ટાઉનશીપ-૦૧ સોસાયટીમાં આવેલ પ્લોટ નં.૧૨૧ વાળુ મકાન અંજારની ચીટર ગેંગ દ્રારા મકાન પડાવી પાડવાના ઉદેશથી ગુન્હાહિત કાવત્રુ રચી મકાનના મુળ માલીક જે હાલ હયાત ન હોય જેઓના નામ ધારણ કરી ખોટી વ્યક્તિઓ ઉભી કરી ખોટી ઓળખ આપી તથા તેમની ખોટી સહીઓ કરી ખોટા પાવરનામા/વીલ બનાવી તે પાવરનામા/વીલ ખોટા હોવાનુ જાણવા છતા તેનો સાચા-ખરા તરીકે રજીસ્ટર કરાવી આ મકાનની વેચાણ અંગેની નોંધ પડાવી તથા ખોટા સાક્ષી તરીકે હાજર રહી સહી કરી એક જુથ થઈ કાવતરૂ રચી ગુનો કરેલ હોવાની અત્રેના પો.સ્ટે ફરીયાદીશ્રીએ ફરીયાદ કરેલ.

જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને લઇ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ગુનાને અંજામ આપનાર ચીટર ગેંગના ત્રણ ઇસમોને શોધી કાઢી મજકુર ઈસમોને સદર ગુના કામે યુકતી-પ્રયુકતી તેમજ ઉડાણપુર્વક પુછ પરછ કરતા આરોપીઓએ જણાવેલ કે અમે સાથે મળી વરસામેડી સીમમાં આવેલ બાગેશ્રી ટાઉનશીપ-૦૧ સોસાયટીમાં પ્લોટ નં. ૧૨૧ વાળુ મકાન પચાવી પાડવા માટે મકાન માલીક ધનલક્ષ્મીબેન બ્રહ્માકુમારી તથા દક્ષાબહેન બ્રહ્માકુમારી નામના ડમી વ્યકિતઓ ઉભો કરી તેમના નામના ખોટા ઓળખ-પુરાવા એકઠા કરી ખોટુ પાવરનામા/વીલ બનાવી જે પાવરનામા/વીલ આધારે ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી તેને સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગમાં લઈ તેને રજીસ્ટર કરાવી મકાન વેચાણ અંગેની નોધ પડાવેલ હોવાની કબુલાત આપતા મજકુર ત્રણેય ઇસમને સદર ગુના કામે અટક કરી લઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે

પકડાયેલ આરોપીઓ :-

(૧) સતીષ ઉર્ફે ખેતશી દયાલ ભાનુશાળી ઉ.વ.૪૭ રહે. ધુણઈ તા.માંડવી કચ્છ

(કાવતરૂ રચનાર મુખ્ય આરોપી)

(૨) સંદિપગર સ/ઓ મહેન્દ્રગર ગુસાઈ ઉ.વ.૪૦ રહે. મ.નં.૩૧૦ સ્વામી નારાયણનગર સો.સા. સતાપર રોડ અંજાર કચ્છ (મિલ્કત બતાવનાર તેમજ સહ આરોપી)

(3) નારણ માધવજી ભાનુશાળી ઉ.વ.૫૬ ૨હે. હમીરપર તા.અબડાસા કચ્છ (ખોટા

દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિ કરનાર)

પકડવાના બાકી આરોપીઓ :-

(૪) મેહન્દ્ર મણીલાલ મહેતા રહે. મુંબઈ (ખોટા દસ્તાવેજોમાં સાક્ષી તરીકે સહિ કરનાર)

(૫) ખોટા નામ ધારણ કરનાર અજાણી વ્યક્તિઓ તેમજ તપાસ જે નિકળે તે