બે-ત્રણ દિવસથી ગુમ વૃદ્ધની ડેમના પાણીમાંથી તરતી લાશ મળી

Swimmer floating on his back.

copy image

copy image

મુંદ્રા તાલુકાના પ્રાગપરના ગુમ 85 વર્ષીય વૃદ્ધની  લાશ સુરઇ નદીના ડેમના પાણીમાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ હતભાગી વૃદ્ધ ભીખાભાઇ ગેમાભાઇ રાઠોડ બે-ત્રણ દિવસથી ગુમ હતા. તેઓ,  ગત તા. 13-12ના સવારે કોઇને કહ્યા વગર નીકળી જતા બીજા દિવસ પોલીસ મથકે નોંધ કરવવામાં આવી હતી. જેના આધારે તેમની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારે શોધખોળ દરમ્યાન સુરઇ નદીના ડેમના પાણીમાંથી તેમની તરતી લાશ મળી આવી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.