સોના-ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીઓના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોડર્ર રેન્જ ભુજનાઓ દ્વારા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારૂ મે.પોલીસ અધિક્ષક સા. શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ.કચ્છ-ભુજ દ્વારા ઈ.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી એમ.જે.ક્રિચ્યન સાહેબ ભુજ વિભાગ-ભુજનાઓના સુપરવિઝન હેઠળ ભુજ શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુંનાઓ અટકાવવા તથા નાસતા ફરતા આરોપીઓને શોધવા તેમજ અટકાવવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામા આવેલ હોઇ,

જે અનવ્યે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં (૧) પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૨૦૫૦૪૨૨૫૧૦૯૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫-(એ),૩૩૧-(૩).(૪) મુજબના ગુના કામે સોના ચાદીના દાગીનાં ચોરીનો ઘરફોડ ગુનો તા-૩૦/૧૦/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે. તથા (૨) પાર્ટ એ ગુ.ર.નં.-૧૧૨૦૫૦૪૨૨૫૦૬૭૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૫-(ક),૩૩૧-(૩), (૪),૬૨ મુજબના ગુના કામે ઘરફોડ ચોરીના પ્રયાસનો ગુનો તા-૨૧/૦૬/૨૦૨૫ ના રોજ દાખલ થયેલ છે. સદર ગુનાઓ અનડિટેકટ હોઇ જે ગુનાઓ શોધવા સારૂ પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન તેમજ ટેકનિકલ એનાલિસીસ આધારે ભુજ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા તે દરમિયાન સી.સી.ટી.વી.ફુટેઝ તેમજ હ્યુમન સોર્સ આધારે ચોરી કરનાર હીરા રમેશ વડેચા (દેવીપુજક) રહે-અંજાર-કચ્છ તથા ચોરીનો મુદ્દામાલ વેચનાર ભરત કમલેશ દેવીપુજક રહે-રામનગરી ભુજવાળાને ગુના કામે અટક કરી મુદ્દામાલ રીકવર કરેલ છે. મજકુર આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. અને આ કામેની આગળની તપાસ ચાલુમા છે.

પકડેલ આરોપીઓ:-

(૧) હીરા રમેશ વડેચા (દેવીપુજક) રહે-ગાયત્રી ચોક ભગતસિંહ નગર અંજાર-કચ્છ. (ચોરી કરનાર)

(૨) ભરત કમલેશ દેવીપુજક રહે-રામનગરી ભુજ. (ચોરીનો મુદ્દામાલ વેચનાર)

પકડવાનો બાકી આરોપી:-

(૧) બાબુ ઉર્ફે બબુ કેશાભાઇ કુવરીયા (દેવીપુજક) (ચોરી કરનાર સહ આરોપી)

રીકવર થયેલ મુદ્દામાલ:-

(૧) સોનાનુ મંગળસુત્ર નંગ-૦૧

(૨) સોનાનો હાર નંગ-૦૧

(૩) સોનાની કાનની બુટી નંગ-૦૨

(૪) સોનાની વીટી નંગ-૦૧

કુલ્લ કિ.રૂ. ૫,૧૬,૦૦૦/-

આરોપીઓના ગુનાહિત ઇતિહાસ :-

હીરા રમેશ વડેચા (દેવીપુજક)

(૧)ભુજ શહેર એ.ડીવીઝન પો.સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૦૫૦૪૨૨૩૦૭૯૪/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૩૮૦,૪૫૭

(૨)વીછીયા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૩૦૬૮૨૫૦૪૨૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૫૪

(૩) વીછીયા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૩૦૬૮૨૫૦૩૨૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨)

(૪)ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૩૦૯૫૨૫૦૪૦૦/૨૦૨૫ બી.એન.એસ.કલમ-303(२)

(૫) ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન એ.પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૩૦૯૫૨૫૦૩૯૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ-303(२)

આરોપીની એમ.ઓ.:-

શહેરી વિસ્તારમા ભંગારની લારીની ફેરી કરી બંધ મકાનમા તક જોઇ ચોરી કરવી.

આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-

ઉપરોકત કામગીરીમાં ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એમ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.આર.જે.ગોહિલ તથા પો.હેડ.કોન્સ ભરતજી એચ.ઠાકોર, રાજુભા એસ.જાડેજા, યુવરાજસિંહ ડી.જાડેજા, લાખાભાઇ એન.બાંભવા, કૈલાસભાઇ કે.ચૌધરી દશરથભાઇ.એચ.ચૌધરી, મુકેશભાઇ એલ.તરાલનાઓ જોડાયેલા હતા.