ભચાઉના કંથકોટમાં આધેડે ડુંગર પર વૃક્ષમાં ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત
copy image

ભચાઉના કંથકોટમાં 46 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. હત તા. 16/12ના રોજ હતભાગી એવા કંથકોટમાં રહેનાર ધીંગા ડાયાભાઇ કોળી મંદિરેથી સવારે પૂજા કરીને ક્યાંક નીકળી ગયેલ હતા. વધુમાં માહિતી મળી રહી છે કે તેઓએ કોઈ અકળ કારણોસર ગામના ડુંગર પર વૃક્ષમાં ગળેફાંસો ખાઇ પોતાનો જીવ ત્યાગી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.