નિંગાળમાં 59 વર્ષીય આધેડે જંતુનાશક દવા પી જઈ અને ગળે ફાંસો ખાધો
copy image

અંજાર તાલુકાના નિંગાળમાં 59 વર્ષીય આધેડે જંતુનાશક દવા પી લઇ અને બાદમાં ગળે ફાંસો ખાઈ લેતા સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, નિંગાળમાં રહેતા રાજાભાઇ મહેશ્વરીએ અગમ્ય કારણોસ જંતુનાશક દવા પી લઇ બાદમાં ફાંસો ખાવાની કોશિશ કરેલ હતી. બનાવ અંગે જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવેલ હતા. જ્યાથી ઈલાજ કરાવી ઘરે પરત આવેલ અને બાદમાં શ્વાસની તકલીફ થતાં ફરી હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.