પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે રેડ પાડી અને એક કિલો ગાંજા સહીત ૭૫ હજારના મુદામાલ સાથે બે શંકુની અટક કરી હતી. જયારે આ ગાંજો આપનારનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના બોખીરા તુંબડા વિસ્તારમાં રહેતો સાજીદ હુસેન ગામેતી (ઉ.૨૪) નામનો શંકુ પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરે છે. તેવી બાતમી પોરબંદર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પી આઈ પંકજ દરજીને મળતા તેમણે એસઓજીની ટીમ સાથે સાજીદના મકાનમાં રેડ પાડી હતી. ત્યાં સિલ્વર કલરના સ્કુટર પર સાજીદ તથા યશ ઉર્ફે જલારામ વજુભાઈ કોટેચા નામના બંને શંકુ બેઠા હતા જેમના મકાન અને સ્કુટરની તલાશી લેતા સ્કુટરમાં કોથળીમાં રાખવામાં આવેલ માદક પદાર્થના ચાર પેકેટ મળી આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે મકાનની તલાશી લેતા ત્યાંથી પણ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આથી કુલ ૭૪,૭૪૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી આકરી પુછપરછ કરતા આ ગાંજો તેને જુબેલી વિસ્તારમાં રહેતા રણજીત ગોરાણીયાએ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની સામે ગુનો દાખલ કર્યો છે.