સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝીઝુવાડા ગામની સીમમાં આવેલા ખેતરમાં રેડ પાડી હતી. જ્યાં છુપાવેલા વિદેશી દારૂની પેટી તથા 1584 વ્હિસ્કીની બોટલો સહિત કુલ 1.58 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે એલસીબી ટીમે ઝીઝુવાડા પોલીસ સ્ટેશને ગુનો લખાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ દ્વારા જિલ્લામાં વધતી દારૂની બદીને અટકાવવા કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલને મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે ઝીઝુવાડા ગામની સીમમાં આવેલા ધર્મેન્દ્રસિંહ ઝાલાના ખેતરમાં રેડ પાડી હતી. આ રેડ દરમિયાન ત્યાંથી વિદેશી દારૂની 33 નંગ પેટીઓ વ્હિસ્કીની 1584 નંગ બોટલો સહિત કુલ રૂ.1,54,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ખેતર માલિક ઝીઝુવાડાના ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ચકુભા શત્રુભા ઝાલા વિરૂધ્ધ ઝીઝુવાડા પોલીસ સ્ટેશને પ્રોહિબીશન મુંજબ ગુનો લખાવતા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પીએસઆઇ વી.આર.જાડેજા, હિતેષભાઇ જોગરાણા, ગોવિંદભાઇ આલાભાઇ જોડાયા હતા.